ગમતું હોય તમારું એમાં હોય મારું સારું, વાલાજી વાલાજી કરજો ગમતું તમારું ૧/૧

ગમતું હોય તમારું એમાં હોય મારું સારું,
	વાલાજી વાલાજી કરજો ગમતું તમારું,
ઈચ્છા હોય તમારી એમાં ભળે ઈચ્છા મારી,
	એક પણ ઈચ્છા તમે પૂરશો નહિ મારી...ટેક.
તમારે માટે હું છું પિયા તમે નહીં મારે માટે,
તમારા કામમાં આવું વાલા સદાય શિરને સાટે,
   કૃપા એવી કરજો શ્રીજી તમ વિના ઈચ્છા થાય ના બીજી,
		સુણજો એટલું મારું...ગમતું૦ ૧
વાલમ તમને વિસરું નહીં વિસરું મારો અહં,
મારું તારું વિસરું હરિ સમરું તમને હરદમ,
  તમે મારી શાંતિ ક્રાંતિ બીજી બધી ટાળો ભ્રાંતિ,
		એક તમને જ ભાળું...ગમતું૦ ૨
અનેકમાં એક તમને જોઉં તમે જ સર્વ કર્તા,
તમારી મૂર્તિમાં હું ખોઉં હરિજનના હિતકર્તા,
  જ્ઞાનજીવન મને ભૂલી જાઉં એવો તમારામાં ડુબી જાઉં,
		આ તાન સદાયે મારું...ગમતું૦ ૩

 

 

મૂળ પદ

ગમતું હોય તમારું એમાં હોય મારું સારું, વાલાજી વાલાજી કરજો ગમતું તમારું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
રાજાધિરાજ
Studio
Audio & Video
0
0