હું તારી છું હું તારી, મને પ્રીત તું કર, મને લેને વ્હાલા બાથ ૧/૧

હું તારી છું હું તારી, મને પ્રીત તું કર,
	મને લેને વ્હાલા બાથ, મારાથી તું ના ડર...હું તારી૦ ૧
તારા માટે જીવું છું વ્હાલા, તુજ કાજે અવતાર,
	મુજથી છેટે ફરમાં વ્હાલા, મારા ઓ ભરતાર...હું તારી૦ ૨
તન મન ધન મેં તુજને આપ્યું, પામવા તારો પ્યાર,
	તુજ વિન મારે રહ્યું ન જાયે, તું થાને મારો યાર...હું તારી૦ ૩
તુજ અર્થે શ્વાસ લઉં છું, સજું છું હું શણગાર,
	જ્ઞાનજીવનની શય્યામાં, આવોને ધર્મકુમાર...હું તારી૦ ૪
 

મૂળ પદ

હું તારી છું હું તારી, મને પ્રીત તું કર, મને લેને વ્હાલા બાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલીડા
Studio
Audio
0
0