હરિ વિનવું જોડી હાથ, મારું સાંભળો મારા નાથ ૧/૧

હરિ વિનવું જોડી હાથ, મારું સાંભળો મારા નાથ;
	મને તમારી મૂર્તિ વિના, દેશો નહિ મારા નાથ...ટેક.
ના દેશો સુખ સંપત મુજને, ના દેશો મોટાઈ;
	આપજો સુખ તમારું મુજને, બીજું જાઓ લૂંટાઈ...હરિ૦ ૧
સુખ તમારું મળવા સારું, ઘર મૂક્યું ઘનશ્યામ;
	સહજાનંદજી પામવા તમને, મૂક્યું છે બીજું તમામ...હરિ૦ ૨
જ્ઞાનજીવનને હરપળ વ્હાલા, રહે તમારું જ ધ્યાન;
	પૂજા પ્રતિષ્ઠા સુખ ના જોઈએ, જોઈએ મારે ભગવાન...હરિ૦ ૩

 

 

મૂળ પદ

હરિ વિનવું જોડી હાથ, મારું સાંભળો મારા નાથ

મળતા રાગ

હું ભેટું હરિ તુને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
હરિગુનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હરિગુણસ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
શું કહુ કૃપા તમારી
Studio
Audio & Video
0
0