ઉભા રહો ઉભા હરિ ઉભા રહોને ઉભા ૧/૧

ઉભા રહો ઉભા હરિ ઉભા રહોને ઉભા,
	હાલ્યા ક્યાં હેતાળુ નાથ છોડી મારો હાથ...ટેક.
તમને જોઈને હરિ દિવસો વિતાવું છું,
તમારે દર્શને વાલા નિત્ય નિત્ય આવું છું;
	તમારા વિનાનું જીવન કેમ રે જીવાશે...હાલ્યા૦ ૧
બોલોને બાપલિયા તમે શું પડી છે ભૂલ મારી,
બતાવો તો શ્રીહરિજી લઉં તરત સુધારી;
	મૂકીને ન જાશો શ્રીજી રડતા આ દાસને...હાલ્યા૦ ૨
કૃપા તમે કરી તેથી પામ્યા સુખ અમે હરિ,
તમારે પ્રતાપે શ્રીજી બેઠા છીએ હવે ઠરી;
	નહિ તો હતા અમારે ઉધામાં દિનરાત રે...હાલ્યા૦ ૩
જ્ઞાનજીવન કહે વાલા સુણો શ્રીજી કાલાવાલા,
દાસ કેરો દાસ હું તો રહીશ સદાય વાલા;
	પ્રીતલડી અમારી મારા નાથજી નિભાવજો...હાલ્યા૦ ૪

 

 

મૂળ પદ

ઉભા રહો ઉભા હરિ ઉભા રહોને ઉભા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પ્યારા
Studio
Audio
0
0