આવો હરિ આવો આવો આજ, અમારા પ્યારા શ્રી મહારાજ ૧/૧

આવો હરિ આવો આવો આજ, અમારા પ્યારા શ્રી મહારાજ...ટેક.
તારા વિયોગે સુનું લાગે, મંદિર ખાવા ધાય;
     રાતદિ અમને ક્યાંય ન ગમે, આવોને હરિરાય...અમારા૦ ૧
તમને મળવા મન અમારું, અતિ અતિ અકળાય;
     લાલચ આપી તમે ન આવો, આ તે કેવું કહેવાય...અમારા૦ ૨
મળશું ત્યારે આમ કરીશું, કહો છો એમ સદાય;
     પણ સહજાનંદ ક્યારે મળશું, રખેને દેહ પડી જાય...અમારા૦ ૩
તમારા વિના કાંઈ ન જોઈએ, એક તમને જ મળાય;
     જ્ઞાનજીવન કહે તમને મળતા, ભલેને સર્વે લૂંટાય...અમારા૦ ૪

 

 

મૂળ પદ

આવો હરિ આવો આવો આજ, અમારા પ્યારા શ્રી મહારાજ

મળતા રાગ

અમે સૌ શ્રીજીનાં સંતાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
અજાણ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
0
0