મોર બોલે ચકોર બોલે, આજ પારણીએ ઘૂઘરીનો ઘોર બોલે ૧/૧

મોર બોલે, ચકોર બોલે,
 	    આજ પારણીએ ઘૂઘરીનો ઘોર બોલે;
જુઓ ઝૂલે, ઘનશ્યામ ઝૂલે,
 	    આજ પારણીએ ભક્તિનો લાલ ડોલે...ટેક.
નાના મોટા સર્વે નાચે, રસિયાજીના રૂપમાં રાચે,
 		હોલે હોલે, એમ સહુ બોલે...આજ૦ ૧
આવો આવો હેતે ગાઓ, કૂદવા માંડો શું શરમાવો,
 		ડાંડી ઢોલે, ઢમ ઢમ બોલે...આજ૦ ૨
નાચવા લાગી દેવ નારી, તા તા થૈ થૈ કહે પોકારી,
 		પાયલ બોલે, કોયલ બોલે...આજ૦ ૩
માતા-પિતા અતિ રાજી, મૂંઝાય ગયા સર્વે પાજી,
 		પંડ ડોલે, બ્રહ્માંડ ડોલે...આજ૦ ૪
રસની રીડયો સહુ કરે છે, ફેર ફદુડી તન ફરે છે,
 		મન ડૂલે, દેહ ભાન ભૂલે...આજ૦ ૫
ઢમ ઢમાઢમ ઢોલ વાગે, શરણાયું ને ઝાંઝ વાગે,
 		હોલે હોલે, સહુ કોઈ બોલે...આજ૦ ૬
અસુરોનું મન મૂંઝાણું, આવ્યું એના મોતનું ટાણું,
		દેવ બોલે, આ જ્ઞાન બોલે...આજ૦ ૭

 

 

મૂળ પદ

મોર બોલે ચકોર બોલે, આજ પારણીએ ઘૂઘરીનો ઘોર બોલે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મોર બોલે
Studio
Audio & Video
0
0