હાંરે રસ હોરિ ખેલે કાન, હાંરે રસ હોરિ ખેલે કાન ;૨/૨

હાંરે રસ હોરિ ખેલે કાન, હાંરે રસ હોરિ ખેલે કાન ;
રંગભીનો સખીયનકે સંગ. હાં૦ટેક
શ્યામરે સલૂણે સાથ ખૂબ બન્યો ખ્યાલ, પ્યારી પિચકારી લીયે અતિશે ઉમંગ ;
અરસ પરસ લપટ રહે સુજત ન આન. હાં૦૧
બાજત સલૂણી બંશી કૌ કર ઝાંઝ, કૌ કર લીયે તાલ કૌક મૃદંગ ;
બજાત લેત આછી નીકી તાન. હાં૦ર
પ્રીતમકુ પકરકે ફગુવા કૌ લેત, કેસરકી ગાગર ભર ડારત સુરંગ ;
ફૂલે સબ રમે ફાગ ભૂલે તન ભાન. હાં૦૩
ગાવત મુખ હોરી હોરી ઉડત અબીર, પ્રીતમકી છબી નિરખી લાજત અનંગ ;
બ્રહ્માનંદ રાસ દેખ કરે રસપાન. હાં૦૪

મૂળ પદ

હાંરે રંગભીને ઘનશ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી