આવશે વાલો આવશે, જરૂર આવશે, આપેલો કોલ વાલો પાળશે ૧/૨

આવશે વાલો આવશે, જરૂર આવશે, આપેલો કોલ વાલો પાળશે,
આપશે વાલો આપશે, આનંદ આપશે, રંગડાની રેલું વાળશે...ટેક.
હરિ આવતા જ અંજવાળું કરશે, રૂડુ રૂપ ધરીને મન હરશે,
		જોતા જન્મ સફળ મારો થાશે વાલમજી...રંગડા૦ ૧
વાલો સંતો ભક્તોને સુખ આપશે, હાથ લાંબા કરીને હરિ ભેટશે,
		ભવોભવની તે પીડા મેટશે વાલમજી...રંગડા૦ ૨
દૂધે ચરણ ધોઈને પૂજા કરશું, કરી આરતીને હૈયે રૂપ ધરશું,
		રૂડા ભોજન જમાડી રાજી કરશું વાલમજી...રંગડા૦ ૩
વાલો સાધુનો સ્વાંગ અંગે ધરશે, મીઠી મીઠી મોહન વાતો કરશે,
		પ્રેમે પંક્તિમાં પીરસવા ફરશે વાલમજી...રંગડા૦ ૪
બહોળા બગીચે બાપને ઝુલાવશું, સદા સાથે રહેવાને સમજાવશું,
		જ્ઞાનજીવન કહે ગુણ ગાશું વાલમજી...રંગડા૦ ૫
 

મૂળ પદ

આવશે વાલો આવશે, જરૂર આવશે, આપેલો કોલ વાલો પાળશે

મળતા રાગ

આજ કળિયુગમાં પરચા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહારાજ
Studio
Audio & Video
0
0