વાલો સુખડા આપે છે અપાર રે, બાઈ મારે મંદિરીએ ૧/૨

વાલો સુખડા આપે છે અપાર રે, બાઈ મારે મંદિરીએ,
	મને આપ્યો છે ઘણો ઘણો પ્યાર રે, સુંદર શ્રીહરિએ...ટેક.
શય્યા સુંદર ફૂલડે સમારી,
	કીધી પાવન પ્રભુજી પધારી રે...બાઈ મારે૦ ૧
છાતી ઠારીને સુખ ભરી દીધું,
	મને પ્રેમે આલિંગન લીધું રે...બાઈ મારે૦ ૨
મારે ને હરિજીને હેત બંધાણું,
	એ તો કૃપા પિયુડાની જાણું રે...બાઈ મારે૦ ૩
પળે રે પળ મને આપે છે આનંદ,
	દયા કરી છે સહજાનંદ રે...બાઈ મારે૦ ૪
જ્ઞાનજીવન અતિ રાજી થઈને,
	જીવે હૈયામાં હરિજીને લઈને રે...બાઈ મારે૦ ૫

 

 

મૂળ પદ

વાલો સુખડા આપે છે અપાર રે, બાઈ મારે મંદિરીએ

મળતા રાગ

હું તો જાઈશ ગિરધર જોવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
રહેજો આનંદમાં
Studio
Audio & Video
0
0