રૂમઝુમ કરતા વ્હાલોજી આવ્યા, આજ અમારે આંગણે ૧/૧

રૂમઝુમ કરતા વ્હાલોજી આવ્યા, આજ અમારે આંગણે,
દર્શન પામ્યાં સુખડાં જામ્યાં, મોહ્યા રૂપ સોયામણે...ટેક.
હૈયે ભાવ્યા ફૂલડે વધાવ્યા, ભલે અમારે આંગણ આવ્યા,
અમે અતિશે ફાવ્યા રે ફાવ્યા, અક્ષરધામનો ધામી આવ્યા,
				રૂમઝુમ કરતા૦ ૧
સુંદર શણગાર સજ્યા છે નાથે, સંતો-ભક્તો લાવ્યા છે સાથે,
હેતે મૂક્યા છે હાથ બે માથે, સુખિયા કીધા ભીડીને બાથે,
				રૂમઝુમ કરતા૦ ૨
અહો અહો વ્હાલો અતિશે રીજ્યા, હેતે અમારાં નૈણા ભીંજ્યાં,
પ્રેમથી પૂજી અંતર ઠરિયાં, જોઈ રહ્યા સહુ હરિ હેત ભરિયા,
				રૂમઝુમ કરતા૦ ૩
દૂધધારાએ ચરણ ધોયા, ચરણે સોળે ચિહ્નો જોયાં,
જ્ઞાનજીવન એ મૂર્તિ ધારી, હૈયામાં હેતે રાખી સંભારી,
				રૂમઝુમ કરતા૦ ૪

 

 

મૂળ પદ

રૂમઝુમ કરતા વ્હાલોજી આવ્યા, આજ અમારે આંગણે

મળતા રાગ

સરરર સરરર હોડી ચાલે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુ પધાર્યા
Studio
Audio
0
0