આજ તો શ્રીજીએ મને, અતિ સુખ દીધું ૧/૮

આજ તો શ્રીજીએ મને, અતિ સુખ દીધું,
	હેતે કરી વ્હાલે મારું, મન હરી લીધું...૧
પ્રેમે પિયુ પાતળિયોજી, સેજલડી પધાર્યા,
	ભાવ કરી વ્હાલો મારો, સ્નેહે હૈયે ધાર્યા...૨
મને ગમે વ્હાલો અતિ, વ્હાલા ને હું વ્હાલી,
	સ્નેહની સાંકળે વ્હાલે, રાખી મને ઝાલી...૩
એકાંતે અલબેલે વ્હાલે, ખૂબ વહાલ કીધું,
	જે જે મેં તો માગ્યું તે તે, સર્વે સુખ દીધું...૪
હૈયે મારે હરખ ઘણો, શું કહું વાતો તેની,
	જ્ઞાનસખી સંભારે છે, સુખ સ્મૃતિ એની...૫
 

મૂળ પદ

આજ તો શ્રીજીએ મને, અતિ સુખ દીધું

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી