દર્શન દેવાને વેલા આવજો, પ્યારા સંતોને સાથે લાવજો ૧/૧

દર્શન દેવાને વેલા આવજો,
	પ્યારા સંતોને સાથે લાવજો...દર્શન૦ ટેક.
તમારા વિયોગે વાલા ઝૂરી મરું છું,
રાતદિવસ પિયા મનમાં સ્મરું છું,
	એકવાર આવી મને ગળે રે લગાવજો...દર્શન૦ ૧
રોમ રોમ પિયુ મારી કાયા બળે છે,
હૈયું તો મારું અતિ અતિ ટળવળે છે,
	એકવાર હૈયે લેવા હાથ રે લંબાવજો...દર્શન૦ ૨
જ્ઞાનજીવન રડી રડીને થાકી છું,
હવે તો હરિ બસ મરવી બાકી છું,
	એકવાર મરતા પહેલા પિયુડા પધારજો...દર્શન૦ ૩

 

 

મૂળ પદ

દર્શન દેવાને વેલા આવજો, પ્યારા સંતોને સાથે લાવજો

મળતા રાગ

પાંદડું લીલું ને રંગ રાતો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહારાજ
Studio
Audio & Video
0
0