છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ, રાજ આવોને મારે આંગણે હરિ ૧/૧

છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ,
		રાજ આવોને મારે આંગણે હરિ...ટેક.
ધર્મ ભક્તિને ઘેરે પ્રગટ થઈને,
કરી બાળ લીલા વાલે છપૈયા રહીને,
	અયોધ્યામાં, મલ્લને હરાવ્યા મહારાજ...રાજ૦ ૧
માતા-પિતાનાં બધાં દુ:ખડાંઓ કાપી,
સુખી કરીને અંતે દિવ્યગતિ આપી,
	મહાવનમાં, એકલા જ ચાલ્યા મહારાજ...રાજ૦ ૨
વનમાં ફરીને વાલે બહુ જીવ તાર્યા,
પિબેક જેવાને વાલે પાર ઉતાર્યા,
	લોજપુરમાં, વાવે આવી બેઠા મહારાજ...રાજ૦ ૩
મુક્તાનંદ આદિ સંત મળ્યા હરિને,
રામાનંદ સ્વામી પાસે રહ્યા ઠરીને,
	જેતપુરમાં, ગાદીએ બેસાડયા મહારાજ...રાજ૦ ૪
વિચરણ કર્યું વાલે ચારેય દિશાએ,
ગયા હરિભક્ત એક હોય તિયાંયે,
	દયાળુમાં, પહેલે નંબર આવે મહારાજ...રાજ૦ ૫
જ્ઞાનજીવન કહે વાલે બહુ સુખ દીધું,
લાખો જીવોને વાલે મોક્ષપદ દીધું,
	સતસંગમાં, વાસ કરી રહ્યા મહારાજ...રાજ૦ ૬

 

 

મૂળ પદ

છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ, રાજ આવોને મારે આંગણે હરિ

મળતા રાગ

ઘમ્મર ઘમ્મર મારું વલોણું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
છપૈયાપૂરમાં
Studio
Audio
0
0