રૂડું સુંદર ધામ છે, જેનું છપૈયા નામ, અક્ષરધામના ધામી જે, ત્યાં પ્રગટયા ઘનશ્યામ ૧/૧

રૂડું સુંદર ધામ છે, જેનું છપૈયા નામ,
	અક્ષરધામના ધામી જે, ત્યાં પ્રગટયા ઘનશ્યામ...અમારા૦ ૧
અક્ષરધામના ધામીએ, ધર્યું છે બાળકરૂપ,
	છપૈયા ગામની સુંદરી, જોઈ જોઈ થઈ તદરૂપ...હરિમાં૦ ૨
માઁ ભક્તિ ઘનશ્યામને, લાડ લડાવે નિત,
	ધર્મપિતાને શ્રીહરિમાં, નવલી વાધે પ્રીત...હરિમાં૦ ૩
મોટાભાઈ જોખનજી, નાના ઈચ્છારામ,
	વચેટ ધણી છે ધામનો, બાલુડો ઘનશ્યામ...અમારો૦ ૪
નાનકડા ઘનશ્યામજી, રૂડી ચાલે છે ચાલ,
	પગમાં ઘમકે ઘૂઘરી, જોઈ જોઈ વાધે વાલ...હરિમાં૦ ૫
સખા સંગે ઘનશ્યામજી, નવલા કરતા ખેલ,
	આનંદથી હરિ રમે જમે, પ્રાણ પ્યારો અલબેલ...અમારો૦ ૬
રોજ સખાના સંગમાં, વાલમ નાવા જાય,
	નારાયણસરમાં નાથજી, ધૂબકા બહુ બહુ ખાય...નાથજી૦ ૭
નાનકડા ઘનશ્યામજી, મોટી કહે છે વાત,
	વાત સુણીને સહુને, લાગે હરિ સાક્ષાત...સહુને૦ ૮
ભાભી સુવાસિની બાઈને, વાલા અતિ ઘનશ્યામ,
	જમાડે પહેલા પ્રીતથી, પછી જમાડે નંદરામ...ભાભી૦ ૯
હરિવર હિંચકે હિંડોળે, નારાયણસરની પાળ,
	જ્ઞાનજીવન કહે બાળુડો, ઝૂલે આંબલિયાની ડાળ...હરિવર૦ ૧૦

 

 

મૂળ પદ

રૂડું સુંદર ધામ છે, જેનું છપૈયા નામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
ફિલ્મી ઢાળ
છપૈયાપૂરમાં
Studio
Audio
0
0