બાલુડા શ્રી ઘનશ્યામ, મને રે તારો નેડો લાગ્યો છે ૧/૧

બાલુડા શ્રી ઘનશ્યામ, મને રે તારો નેડો લાગ્યો છે,
રટું હરિ નિત્ય તારું નામ, મને રે તારો નેડો લાગ્યો છે...ટેક.
હૈયે ધારીને વ્હાલા હેત કરું છું,
રાત-દિવસ તારું ધ્યાન ધરું છું,
		અતિશે વ્હાલા સુખધામ...મને રે૦ ૧
હૈયાને હેતે તુંને ચુંબન કરું છું,
રૂડા બનાવી નિત્ય થાળ ધરું છું,
		તારા માટે કરું બધું કામ...મને રે૦ ૨
સ્નેહે કરીને તારી સેવા કરું છું,
સેવીને શ્રીજી અતિ અંતર ઠરું છું,
		હૈયું મારુ બન્યું તારું ધામ...મને રે૦ ૩
ગદગદ્‌ કંઠે ગુણ ગાયા કરું છું,
મારું સર્વસ્વ તુને ભેટ ધરું છું,
		જ્ઞાન છું તારો ઘનશ્યામ...મને રે૦ ૪

 

 

મૂળ પદ

બાલુડા શ્રી ઘનશ્યામ, મને રે તારો નેડો લાગ્યો છે

મળતા રાગ

દાદાને દરબાર જાશું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વાલમ
Studio
Audio & Video
0
0