અહો વાલા હૈયે હિંચી રહ્યા હાર રે, શોભે હાર સોના ચાંદીના અપાર રે ૫/૮

અહો વાલા હૈયે હિંચી રહ્યા હાર રે,
	શોભે હાર સોના ચાંદીના અપાર રે...૧
તેમાં જડયા હિરા લાલ પીળા સાર રે,
	તેના તેજે મુખ શોભે છે અપાર રે...૨
ફૂલ કેરા હારે તો હરિ હદ વાળી રે,
	વાલા લાગો વાલમજી વનમાળી રે...૩
સોના કેરું ગળે શોભે છે માંદળિયું રે,
	તેને જોતાં ચિત્ત મારું તિયા હળિયું રે...૪
એવી છાતી સાથે લગાડો છો દાસ રે,
	કહે જ્ઞાન ભાવે ભેટો અવિનાશ રે...૫

 

 

મૂળ પદ

વાલું લાગે મને મોહન તારુ રુપ રે, જોઈ મૂર્તિ થઈ છું વાલા તદરૂપ રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી