વ્હાલા વ્હાલા શ્રીજી વ્હાલા વ્હાલા સંત, વ્હાલા છે અમને ભકતો અત્યંત; ૧/૧

વ્હાલા વ્હાલા શ્રીજી, વ્હાલા વ્હાલા સંત, વ્હાલા છે અમને ભકતો અત્યંત;
મરશું એને અર્થે ને જીવશું એને માટ,
વાળી છે હૈડામાં અતિ દઢ ગાંઠ...ટેક.
પાડશો નહિ ના મને કહી દો તમે હા, બોલો સત્સંગ અર્થે જાજાજા;
સેવા કરવા અર્થે અમે જનમ્યા રે આજ,
કરવા છે રાજી મારે શ્રીજી મહારાજ...૧
તન મન ધન મારૂ સોંપુ એને આજ, કયાંથી મળે રે મને આવા મહારાજ;
લોક લાજને આબરૂનું નથી મારે કામ,
નડશો નહિ મને તમે સગાઓ તમામ...૨
સર્વોપરિ હરિ આજ આવ્યા મારે ભાગ્ય, નહિ શકે બાળી મને સંસારની આગ્ય;
ચાલંુ છું ગગન રાખી મૂર્તિમાં મન,
શ્રીજી અર્થે કુરબાન કયુર્ં તન ધન...૩
દેહ સુખ ને માન મોટપ મૂકવા છે આજ, પામવા છે સંતો-ભકતો શ્રીજી મહારાજ;
થઇ શૂરવીર મારે જાવું અક્ષરધામ,
રોકોમાં મને કોઇ જપતા હરિનામ...૪
શ્રીજી સંતો અર્થે મારે થાવું કુરબાન, કરવા છે રાજી મારે સંતો ભગવાન;
જ્ઞાનજીવન કહે મોંઘા મળ્યા મહારાજ,
જપ તપ વ્રત મારા ફળ્યા સર્વે આજ...૫

મૂળ પદ

વ્હાલા વ્હાલા શ્રીજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0