અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે, એને અમે ખામી ન રાખીએ કેની રે ૧૧/૧૬

અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે,
	એને અમે ખામી ન રાખીએ કેની રે...૧
અંતરેથી કાઢું અજ્ઞાન અંધારું રે,
	જ્ઞાનરૂપી આપું અજવાળું સારું ૨ે...૨
ચંદ્ર જેવી શિતળતા નિર્મળતા રે,
	તાપ ટાળી આપું સુખ મનગમતા રે...૩
મુજ પર પ્રેમસાગર ઉભરાવું રે,
	જ્ઞાનરૂપી કુમુદને વિકસાવું રે. . . ૪
કરું એનાં સર્વે ગુણોનું પોષણ રે,
	કહે જ્ઞાન બોલ્યા સ્વામિનારાયણ રે...૫

 

 

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે, સુણો સર્વે મુજ દાસ મુજ વાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી