એ આવ્યા આ આવ્યા જુઓ આવ્યા નાથ,વહાલો મારો શ્રીહરિજી મુક્તોની સંગાથ ૧/૧

એ આવ્યા આ આવ્યા જુઓ આવ્યા નાથ,
	વહાલો મારો શ્રીહરિજી મુક્તોની સંગાથ...ટેક.
માથે ધોળી પાઘ સુંદર, જુઓ પહેરી શ્યામળે,
મુખ મનોહર મોહનજીનું, શોભે સુંદર હાર ગળે,
	પ્રાણ પ્યારી તારી મૂર્તિ, મારી છે મિરાથ...એ૦ ૧
રૂડું ભાલ વિશાળ વાલા શોભે તેમાં ચાંદલો,
કાને કુંડળ શોભે સુંદર, કંઠો શોભે છે ભલો,
	કેવા વાલા તારા રૂડા, લાગે છે આ હાથ...એ૦ ૨
જામે પડયો જામો મને, સુંદર સુરવાળ છે,
સહજાનંદજી સ્વામી મારા, ભક્તિમાના બાળ છે,
	આવો આવો વાલા તમે, મારા પ્રાણનાથ...એ૦ ૩
જ્ઞાનજીવન કહે મારી, આંખલડીના તારા છો,
શ્રીજી મારા હૈયા કેરા, પ્રાણ અતિ પ્યારા છો,
	રહો રહો રહો હરિ, સદા મારી સાથ...એ૦ ૪

 

 

મૂળ પદ

એ આવ્યા આ આવ્યા જુઓ આવ્યા નાથ,વહાલો મારો શ્રીહરિજી મુક્તોની સંગાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
0
0