મૂરતિ તમારી લાગે મને પ્યારી, સહજાનંદ હરિ રાખું હૈયે ધારી ૧/૧

મૂરતિ તમારી લાગે મને પ્યારી, સહજાનંદ હરિ રાખું હૈયે ધારી...ટેક.
મોરપીંછ રંગના વાઘા રૂપાળા, જોયા કરું હું ઘડી ઘડીએ,
છોગુ સોનેરી કલગી ગુલાબી, શોભે તારી પાઘડીએ,
	મારા વાલા તારી, મુખ શોભા સારી...મૂરતિ૦ ૧
ખેસ પીળુડો મોતીની માળા, ચાંદીનો હાર ઘુઘરિયાળો,
ચંપો ગુલાબ ને ગુલદાવદીનો, ગુંથેલ હાર છે રૂપાળો,
	પ્રાણ પ્યારા તારી, છાતી પ્યારી પ્યારી...મૂરતિ૦ ૨
હાથ રૂપાળા રાતા રસાળા, ગુલાબી રેખાએ શોભી રહ્યા,
ચરણે સુંદર પહેર્યા છે ઝાંઝર, મનડે મારે તે વસી ગયા,
	વ્હાલી વ્હાલી આગં ળિયું, ઉપર જાઉં વારી...મૂરતિ૦ ૩
રૂપાળા હાથમાં રૂમાલ સાથમાં, સંતોને બાથમાં લ્યો છો હરિ,
કાનમાં ધારેલ લટકણીયે તો, મનડું મારું ગયું છે ઠરી,
	મૂરતિ રૂપાળી મૂડી હરિ મારી...મૂરતિ૦ ૪
પાતળી કેડે પહેર્યો કંદોરો, ચિત્તડું ચોરો છો શ્યામળિયા,
કંકણ કરમાં શોભે છે સુંદર, જ્ઞાનજીવનના પાતળિયા,
	આવા મારા હૈયે રહેજો અવતારી...મૂરતિ૦ ૫

 

 

મૂળ પદ

મૂરતિ તમારી લાગે મને પ્યારી, સહજાનંદ હરિ રાખું હૈયે ધારી

મળતા રાગ

પહાડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા પ્રાણ પ્રીતમ
Studio
Audio & Video
0
0