વાલી વાલી લાગે વ્હાલા, મૂરતિ તમારી, મૂરતિ તમારી વ્હાલા ૧/૧

વાલી વાલી લાગે વ્હાલા, મૂરતિ તમારી,
	મૂરતિ તમારી વ્હાલા, મૂરતિ તમારી...ટેક.
વાઘા વ્હાલા છીંકણી રંગના, શોભે અતિશે સારા,
જોઈ જોઈ મનડું મોહ્યું મારું, પાઘ ધારી અતિ પ્યારી...વાલી૦ ૧
પાઘે છોગું કલગી તોરા, મુજ મનને હરનારા,
મુખ પર વારી વારી જાઉં, રાખું હૈયામાં સંભારી...વાલી૦ ૨
ધામ ધામના સ્વામી તમે, સર્વના સરજનહારા,
રજવાડી વેશમાં લાગો છો પ્યારા, ભેટ બાંધી અતિ સારી...વાલી૦ ૩
જામો નાડી સુરવાળ વ્હાલા, અતિ શોભે છે તમારા,
ચરણમાં ઝાંઝર જોયા કરું છું, મોજડિયું અતિ પ્યારી...વાલી૦ ૪
કંઠે કંઠો મોતીની માળા, ચાંદીનો હાર રૂપાળો,
ફૂલડાંનો હાર ચિત્તડું ચોરે છે, કેડમાં ધારી કટારી...વાલી૦ ૫
હાથે રૂડી શોભે તલવાર, સોનાની બહુ સારી,
બીજા હાથે અભય આપો છો, જ્ઞાનજીવન બલિહારી...વાલી૦ ૬

 

 

મૂળ પદ

વાલી વાલી લાગે વ્હાલા, મૂરતિ તમારી

મળતા રાગ

ભુપાલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા પ્રાણ પ્રીતમ
Studio
Audio
0
0