આજ શ્રીહરિ ને સંતો રાસ રમે રે, રાસ રમે રે મારે હૈડે ગમે રે ૧/૧

 દોહો : સહજાનંદ શ્રીહરિ, રાસ રમ્યા પંચાળા મોજાર;
જોવા આવ્યા આકાશમાં, દેવો મુક્તો સર્વે અવતાર.
આજ શ્રીહરિ ને સંતો રાસ રમે રે;
	રાસ રમે રે મારે હૈડે ગમે રે...આજ૦ ટેક.
હાથમાં છે ડાંડિયારા સાથમાં છે શ્રીજી;
પડકારા પાડે આજ સંત હરિ રીજી;
	આકાશે આવી દેવ દેવી નમે રે...આજ૦ ૧
નોખી નોખી અદામાં રમે સંત હરિ;
લટકાં કરીને લીધાં સૌનાં મન હરિ;
	ભમર ભમર ભમર હરિ સંત ભમે રે...આજ૦ ૨
એક એક સંત વળી એક એક શ્રીજી;
જોનારા જગ ભૂલ્યા મૂર્તિમાં થીજી;
	નાચો ગાવોને આજ સહુ તમે રે...આજ૦ ૩
રૂપાળી રાસ લીલા જ્ઞાન કહે ન્યારી;
ફૂલડે વધાવો જાય દેવતાઓ વારી;
	ડાંડી પડે ને ઢોલ ઢમક ઢમે રે...આજ૦ ૪
 

મૂળ પદ

આજ શ્રીહરિ ને સંતો રાસ રમે રે, રાસ રમે રે મારે હૈડે ગમે રે

મળતા રાગ

રાસ લીલાનું કીર્તન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુ પધાર્યા
Studio
Audio
0
0