વરઘોડો વરઘોડો વાલમજીનો વરઘોડો, હાલો જોવાને સહુ દોડો ૧/૧

વરઘોડો વરઘોડો વાલમજીનો વરઘોડો,
      હાલો જોવાને સહુ દોડો, વાલમજીનો વરઘોડો...ટેક.
રૂપાળી મૂર્તિ લાગે છે પ્યારી, શોભા શ્રીજીની સર્વેથી ન્યારી,
		શ્રીજીમાં ચિત્તડું જોડો...વાલમજીનો૦ ૧
સર્વેનાં કારણ સર્વે નિયંતા, સર્વેના શ્રીહરિ છે માત-પિતા,
		મુખડાં શીદને મોડો...વાલમજીનો૦ ૨
જ્ઞાનજીવન કહે ભાગ્ય જાગ્યાં છે, સહજાનંદ હરિ હાથ લાગ્યા છે,
		હવે ભૂલ્યે ના છોડો...વાલમજીનો૦ ૩

 

 

મૂળ પદ

વરઘોડો વરઘોડો વાલમજીનો વરઘોડો, હાલો જોવાને સહુ દોડો

મળતા રાગ

ગરબી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઉત્તમ લગ્નગીત
Studio
Audio
0
0