સહજાનંદજી સ્વામી મારા, મનમંદિરમાં ધારું રે ૧/૧

સહજાનંદજી સ્વામી મારા, મનમંદિરમાં ધારું રે,
રાતદિ પ્રીતમ પ્યારા મારા, ચિત્તમાં સ્નેહે સંભારું રે...ટેક.
શ્વેત વાઘે શ્વેત મૂર્તિ, ઝળહળ ઝળહળ શોભે રે,
શોભા જોઈ ત્રિભુવનથી ન્યારી, ભક્તોના મનડા લોભે રે-સહજા૦ ૧
શ્વેત વસ્ત્રો શ્રીજી સદાયે, પહેરતા ભાવ લાવી રે,
શ્વેત વસ્ત્રો લાવે ભક્તો, રાજી થાય પહેરાવી રે...સહજા૦ ૨
શ્વેત પાઘ ને શ્વેત જામો, શ્વેત ધાર્યો સુરવાળ રે,
શ્વેત શ્વેત તેજમાં ઝળકી, શોભી રહ્યા છે દયાળ રે...સહજા૦ ૩
શ્વેત ઝાંઝર ચાંદી કેરા, ચરણે રૂડા ચમકે રે,
શ્રીજી મહારાજ ચાલે ત્યારે, ઘૂઘરિયો ઘણી ઘમકે રે...સહજા૦ ૪
કાને કુંડળ કંઠે કંઠો, સોનાની મોહનમાળા રે,
પ્યારા પ્યારા પ્રભુજી મારા, નેત્રો ઘણાં રૂપાળાં રે...સહજા૦ ૫
શ્વેત છડી શ્રીજીએ ધારી, શ્વેત રૂમાલ રૂપાળો રે,
ડાબે હાથે અભય આપે છે, વાલો લાગે મરમાળો રે...સહજા૦ ૬
શ્વેત સતારાવાળી વાલે, ડગલી ધારી છે પ્યારી રે,
રૂપ રૂપનો અંબાર શ્રીજી, પગે તોડા સુખકારી રે...સહજા૦ ૭
નંગ જડેલી વીંટીઓ હાથે, કડા કનકના શોભે રે,
મુખડું જોઈને પ્યારું પ્યારું, જ્ઞાનજીવન બહુ લોભે રે...સહજા૦ ૮
 

મૂળ પદ

સહજાનંદજી સ્વામી મારા, મનમંદિરમાં ધારું રે

મળતા રાગ

જૂઠી માયા કાયા પણ જૂઠી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા પ્રાણ પ્રીતમ
Studio
Audio
0
0