ઘનશ્યામ મારા જાગોને દયાળુ, મને તારી માયા લાગી છે માયાળુ ૧/૧

 ઘનશ્યામ મારા જાગોને દયાળુ, મને તારી માયા લાગી છે માયાળુ...ટેક.
ઘનશ્યામ તને દાતણિયું કરાવું, ઘનશ્યામ તને નીર ઊને નવરાવું;
	ઘનશ્યામ તારી કાયા ચોળીને વારી જાઉં...ઘન૦ ૧
ઘનશ્યામ તને સુરવાળ હું પહેરાવું, કે ફૂમકાળી નાડી બાંધીને હસાવું;
	ઘનશ્યામ તને કેડે કંદોરો ધરાવું...ઘન૦ ૨
ઘનશ્યામ તને ડગલી હું પહેરાવું, ઘનશ્યામ તારે માથે ટોપી ધરાવું;
	કે નાની એવી હાથમાં છડી ઝલાવું...ઘન૦ ૩
ઘનશ્યામ તને મગદળિયું ભાવે, કે તારે માટે સુવાસિની બનાવે;
	પિતાજી તારે માટે પેંડા રૂડા લાવે...ઘન૦ ૪
માતાજી ગાય ગૌરી તણું દૂધ લાવે, ઘનશ્યામજીને ભાવે કરીને પિલાવે;
	કહે છે જ્ઞાન માતાજી લાડ લડાવે...ઘન૦ ૫ 
 

મૂળ પદ

ઘનશ્યામ મારા જાગોને દયાળુ, મને તારી માયા લાગી છે માયાળુ

મળતા રાગ

જમોને થાળ જીવન (હિંચ)

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
જાગો રે ઘનશ્યામ
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
થયું સવાર
Studio
Audio
0
0