આવોને હરિ હાથ લંબાવો, શા સારુ લલચાવો રે ૫/૧૦

આવોને હરિ હાથ લંબાવો, શા સારુ લલચાવો રે;
	મૂર્તિ તમારી પ્રાણ છે મારે, આવોને ઓરા આવો રે...આવોને૦ ૧
સુખનો દરિયો શ્યામ તમે છો, શાંતિ છો અતિ સાર રે;
	તમારામાં હેત હોય તેને, વળે ટાઢયપ અપાર રે...આવોને૦ ૨
એવા મારા બાપ બાલુડા, કાલુડા શ્રી ઘનશ્યામ રે;
	હૈયું હિંચકો હિંચકો હરિ, હિંચકાવું સુખધામ રે...આવોને૦ ૩
જ્ઞાનજીવન કહે મૂર્તિ મીઠી, નથી મૂકીને જવાતું રે,
	પ્રેમે પાગલ થયો તમારા, નથી વિયોગે રે’વાતુ રે...આવોને૦ ૪

 

 

મૂળ પદ

દાદાને દરબાર પોઢયા છે વાલો, સહજાનંદ અવતારી રે

મળતા રાગ

પ્રાત: થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
થયું સવાર
Studio
Audio
0
0