જાગો જાગો ઘનશ્યામ મારા, જાગોને ભક્તિ દુલારા રે ૧/૨

જાગો જાગો ઘનશ્યામ મારા, જાગોને ભક્તિ દુલારા રે;
થયું સવાર શ્રીજી સુખદાયી, જીવના છોજી આધારા રે...જાગો૦ ૧

હેતે હેતે સંતો જગાડે, ગાતા પ્રભાતિ રાગો રે;
સહજાનંદ સ્વામી મારા, ઉગ્યો દિવસ હવે જાગો રે...જાગો૦ ૨

અક્ષર ઓરડીને દ્વારે વ્હાલા, આવ્યા છે ભક્તો ઝાઝા રે;
દર્શન કરવા રાજીપો લેવા, સંતો વગાડે છે વાજાં રે...જાગો૦ ૩

જ્ઞાનજીવન કહે ઉઠોને વ્હાલા, આપોને દર્શન પ્યારા રે;
હૈયાના હાર હરિ હેત ભરેલા, છો મારી આખ્યુંના તારા રે...જાગો૦ ૪

 

 

મૂળ પદ

જાગો જાગો ઘનશ્યામ મારા, જાગોને ભક્તિ દુલારા રે

મળતા રાગ

અધમ ઉદ્ધારણ અવિનાશી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
થયું સવાર
Studio
Audio
0
0