અનંત અવતાર થઈ ગયા, બીજા થાશે ઘણાય ૧/૧

સ્વામી સહજાનંદને, હોય મળવાનું જો મન,
આપ ડા’પણ સર્વે મૂકીને, સમર્પી દ્યોને જીવન,
				મારો વાલીડો;
 		અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો,
 		પિયુડો પિયુડો મને છે પ્યારો પિયુડો...ટેક.
અનંત અવતાર થઈ ગયા, બીજા થાશે ઘણાય;
	સ્વામી સહજાનંદ જેવા, નથી થયા અને નહીં થાય...મારો૦ ૧
શ્રીજીને જાણ્યા વિના, નહીં મણાય એનું સુખ;
	પ્રભુને માણ્યા વિના, ના ટળે વિષયનું દુ:ખ...મારો૦ ૨
સ્નેહ થયો મને શ્રીજીમાં, શ્રીજી વિના ન રહેવાય;
	એવા પ્રેમી ભક્તો વિના, શ્રીજીથી કેમ રહેવાય...મારો૦ ૩
મારે રાજી કરવા છે રાજને, બીજું નથી કાંઈ કામ;
	હું તો થઈ રહી છું શ્રીજીની, બીજું સર્વે કર્યું છે હરામ...મારો૦ ૪
કરો પ્રતિજ્ઞા આજથી, મારે રાજી કરવા છે નાથ;
	જો ગમતું એનું કરશો, તો પ્રેમે લેશે આવીને બાથ...મારો૦ ૫
મનધાર્યું કરતા કોઈ દી, મળે નહીં ઘનશ્યામ;
	ધાર્યું કરતા સંતનું, તરત મળે છે મારો શ્યામ...મારો૦ ૬
આશરો રાખજ્યો એકનો, તો રાજી થાશે નાથ;
	જરીક દુ:ખ પડતાં, આવીને ઝાલશે હાથ...મારો૦ ૭
રંગ જામ્યો આજ કુંડળમાં, આવી ગયો સહુને ઉમંગ;
	જુવાનિયા તો નાચી થાક્યા, ડોહાને લાગ્યો છે રંગ...મારો૦ ૮
આનંદકારી આ ભૂમિમાં, સૌને રહેવાનું મન થાય;
	પણ જેનો ટાઈમ થઈ જાય તે, કમને અહીંથી જાય...મારો૦ ૯
હેત હરિના હૈયાનું, એ તો કોઈથી કેમ ભુલાય ?
	ટાઈમ હોય તો અહીં રહે, અથવા ભલેને ઘેરે જાય...મારો૦ ૧૦
હે કરુણાના સાગર શ્રીહરિ, અમે ખાતા’તા રોટલો ને છાશ;
	નિત લાડુના જમણ આપિયા, આવી નો’તી અમોને આશ...મારો૦ ૧૧
રૂડી રૂપાળી મૂરતિ, અને રૂડી છે ગજગતિ ચાલ;
	કોઈ એમાં સમજે ન સમજે, એ છે જ્ઞાનસખીનો માલ...મારો૦ ૧૨
 

મૂળ પદ

અનંત અવતાર થઈ ગયા, બીજા થાશે ઘણાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી