અમે કથામાં બેસવા જઈએ, માંહિ કથાને પેસવા ન દઈએ ૧/૧

અમે કથામાં બેસવા જઈએ, માંહિ કથાને પેસવા ન દઈએ,
જેમ વારમાં વછેરું, તેમ સાથે લઈએ છોરું;
	મળ્યે પ્રસાદ રાજી થઈ ખાઈએ, માંહિ કથાને પેસવા ન દઈએ...૧
અમે કથાનો મહિમા કહીએ, બેસી માર હસી તોલો હલાવીએ,
જાણી વક્તાને પ્રખર, અમે પે’રીએ બખતર;
	મારે બાણ પણ અડવા ન દઈએ, બેસી માર હસી તોલો હલાવીએ...૨
અમે ગામ આખું સત્સંગી છઈએ, પણ બાર જણા મંદિરે જૈયે,
કથા કરીએ થોડી વાર, એમાં બેસે જણ ચાર;
	અમે સભા ચેષ્ટા તો ન ગાઈએ, પણ બાર જણા મંદિરે જૈયે...૩
અમો પૈસાવાળા ભક્તો છૈયે, જઈ મંદિરે ખાન પાન લૈયે,
ક્યાં ગયા છે કોઠારી ? આ મોટર છે અમારી;
	એમ સગવડ લેવા દાબ દઈએ, જઈ મંદિરે ખાન પાન લૈયે...૪
 

મૂળ પદ

અમે કથામાં બેસવા જઈએ, માંહિ કથાને પેસવા ન દઈએ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી