સૂણો પ્રભુજી, સૂણો ગુરુજી, સુણો સંતો-ભક્તો ૧/૧

સૂણો પ્રભુજી, સૂણો ગુરુજી,
સુણો સંતો-ભક્તો, મારું પ્રાર્થના વચન;
		આપો આશીર્વાદ, હું રાખું મરિયાદ,
		નાવે ફરિયાદ, એવું જીવું હું જીવન...ટેક.
કહું ગાજી-ગાજી, કરું સેવા ઝાઝી, કરવા છે રાજી, સંતો-ભક્તો મારે;
એવું જીવન આપો, દુષ્ટ મતિ કાપો, રાજી થાય બાપો, ગુણોને સહારે;
	સૌને ગમે એવું હું તો કરું મારું જીવન...સુણો૦ ૧
આવે સંજોગ એવા, ડગમગું એવા, તોય કદી છોડું નહિ, સત્સંગની સેવા;
સંતો-ભક્તો તણો, પક્ષ રાખું ઘણો, છોડી દઉં મોહ હું તો, ધન નારી તણો;
	તમને રાજી કરવા કરું રાતદી ભજન...સુણો૦ ૨
નમતો ગમતો રહું, બેગરજુ ના થાવું, સૌમાં ભળી જાઉં, રાજીપો કમાઉં;
કહે સંતો જેમ, કરું સદા એમ, થાય રાજી જેમ, કળા મારી તેમ;
	અખંડ વાપરું હું તો કરીને જતન...સુણો૦ ૩
પૂજા કરું રોજ, કદી નહિ છોડું, વાંચું વચનામૃત, ટેવ નહિ તોડું;
માનસીપૂજા પાંચ, કરું રોજે રોજ, નિત્ય ધરું ધ્યાન, કરું અંતરખોજ;
	કુસંગનો ત્યાગ રાખું, સદા જ્ઞાનજીવન...સુણો૦ ૪
 

મૂળ પદ

સૂણો પ્રભુજી, સૂણો ગુરુજી, સુણો સંતો-ભક્તો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
રૂપેશ મીશ્રા
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
શિશિર પાંડે
વહાલો યુવાન
Studio
Audio
0
0