અતિ ગમે છે મારા દિલમાં, રસીલી મૂર્તિ તારી રે ૨/૨

અતિ ગમે છે મારા દિલમાં, રસીલી મૂર્તિ તારી રે,
સંભારું હું શ્રીજી તમોને, ઠરે છે છાતિ મારી રે...અતિ૦ ૧
મોહન મારી મૂડી છો તમે, તમે છો મારે આધાર રે,
કૃપાળુ મારા પ્રેમના સાગર, શ્રીહરિ ધર્મકુમાર રે...અતિ૦ ૨
ચરણ તમારા સુખ દેનારા, ચિત્તમાં સ્નેહે સંભારુ રે,
તમને મારા હૈયે ધારું, લાગે મને બહુ સારું રે...અતિ૦ ૩
શ્રીજી મહારાજ અતિરૂપાળા, પ્રેમ ભરેલી મૂરતિ રે,
શ્રીહરિ સુખના સાગર તમને, ભૂલવા નથી ઉરથી રે...અતિ૦ ૪
જ્ઞાનજીવનને મળજો મોહન, રૂડી મૂર્તિ તમારી રે,
બીજુ ભૂલ્યે પણ નવ દેજો, મારી વિનંતિ સ્વીકારી રે...અતિ૦ ૫

 

 

મૂળ પદ

મૂર્તિ તારી છે મને પ્યારી, છો મારા જીવન પ્રાણ રે

મળતા રાગ

અમી ભરેલી નજરું રાખો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી