સહજાનંદની મૂરતિ મારા અંતરમાં ધારું, વાલમજીને હૈયામાંથી પળ ન વિસારું ૧/૨

સહજાનંદની મૂરતિ મારા અંતરમાં ધારું,
	વાલમજીને હૈયામાંથી પળ ન વિસારું...૧
મુખડું રૂપાળું રૂડું લાગે પ્યારું પ્યારું,
	જોઈ જોઈ સલુણી છબી જીવમાં ઉતારું...૨
વિશાળ ભાલમાં તિલક શોભે નિરાળું,
	રૂપાળા લાલનું રૂપ રૂડું લાગે રૂપાળું...૩
ભેટી હરિને હૈયા માહીં સુખડાં રે માણું,
	જગ સુખો હવે મારે હૈયે નહીં આણું...૪
જોતા મૂર્તિ મનમાં હું મોહી રે ગઈ છું,
	જ્ઞાનજીવન હવે હું તો વાલમજીની થઈ છું...૫

 

 

મૂળ પદ

સહજાનંદની મૂરતિ મારા અંતરમાં ધારું

મળતા રાગ

આવો રે વાલાજી તમને માખણ જમાડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
રાજાધિરાજ
Studio
Audio
0
0