તારું મુખડું જોઉં ને મારું દુ:ખડું ભાગે, આંખડી જોવાને મને ધાંખડી લાગે ૧/૧

તારું મુખડું જોઉં ને મારું દુ:ખડું ભાગે,
		આંખડી જોવાને મને ધાંખડી લાગે...ટેક.
તારા ગોરાગોરા ગાલ જોઈ ઉપજે મને વહાલ;
	તારી પાપણ તો પ્યારા મારી થાપણ લાગે...આંખડી૦ ૧
તારાં લટકાં જોતાં લાલ હું તો થઈ ગઈ છું નિહાલ;
	તારી રીતડી જોઈને હૈયે પ્રીતડી જાગે...આંખડી૦ ૨
જોતાં નમણું તારું નાક મટી જાયે મારો થાક;
	ગાલે ટીલડી જોઉં ને ભવભીતડી ભાગે...આંખડી૦ ૩
તારા કંકુવર્ણા કાન જોતાં ભૂલું દેહભાન;
	તારા લમણા જોઉં ને ભવભ્રમણા ભાગે...આંખડી૦ ૪
ધર્મભક્તિ કેરા બાલ ભારે શોભે તારું ભાલ;
	તારો ચાંદલો જોઈને પ્રેમ નવલો જાગે...આંખડી૦ ૫
કહે હેતે જીવન જ્ઞાન મારા શ્રીજી ભગવાન;
	તારી મૂરતિમાં સદા મન વરતિ લાગે...આંખડી૦ ૬

 

 

મૂળ પદ

તારું મુખડું જોઉં ને મારું દુ:ખડું ભાગે, આંખડી જોવાને મને ધાંખડી લાગે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વડતાલવાસી હરિકૃષ્ણ
Studio
Audio & Video
0
0