શા માટે મળિયો છે તુજને, આ માનવનો દેહ રે ૧/૧

શા માટે મળિયો છે તુજને, આ માનવનો દેહ રે;
	જુવાનિયા તું વિચાર કરને, કેટલો મોંઘો છે એહ રે...ટેક.
કોણ મળ્યા છે કોનો છો તું, શું તારે કરવાનું છે;
	જાગી જા ઊઠી જા યુવાન, શું માત્ર પેટ ભરવાનું છે...શા માટે૦ ૧
સાવધાન થા તું તત્પર થા, મોક્ષ મેળવવા કાજ રે;
	ભાગ્યશાળી મોટો છો તું, કેવા મળ્યા મહારાજ રે...શા માટે૦ ૨
જિંદગી પાણી-પરપોટો, સવેળા તું ચેત રે;
	શાશ્વત સુખને મેળવવા તું, કર હરિમાં હેત રે...શા માટે૦ ૩
એક સાંધો ત્યાં તેર તૂટે, ખૂટે ના કોઈ દિ’ કામ રે;
	હાલને હાલ ‘જ્ઞાન’ કરીને, જલ્દી ભજી લે ઘનશ્યામ રે...શા માટે૦ ૪
 

મૂળ પદ

શા માટે મળિયો છે તુજને, આ માનવનો દેહ રે

મળતા રાગ

રસિકરાય મારે મોલ પધારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરવ વઘાસીયા
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
યુવાની છે એક શક્તિ
Studio
Audio & Video
0
0