પ્રભુ મારી પ્રાર્થના સાંભળોને આજ, મારા મહારાજ ૧/૧

પ્રભુ મારી પ્રાર્થના સાંભળોને આજ, મારા મહારાજ;
	આવ્યો તારે શરણે હું કલ્યાણ કાજ, આપો મહારાજ...ટેક.
ઝેરી વાતાવરણ, કરે મારું શોષણ;
		વિષયવાસનાથી, કરોને રક્ષણ...પ્રભુ૦ ૧
આપો સાચા સંત, લાવે ભવ અંત;
		કરી કળવળ, આપે મને બળ...પ્રભુ૦ ૨
આજ્ઞાઓ હું પાળું, મન તુંમાં વાળું;
		દૃઢ રાખી વિશ્વાસ, લઉં બધા શ્વાસ...પ્રભુ૦ ૩
શ્રીહરિ ને સંત, મોટા છો અત્યંત;
		મનાય મને વાત, પ્રગટ સાક્ષાત...પ્રભુ૦ ૪
છું હજી યુવાન, રાખો મારું ધ્યાન;
		આપો ખરો ખપ, કરું જપ તપ...પ્રભુ૦ ૫
દેહ-દૈહિક જન, મોટાં છે વિઘન;
		તેથી સ્નેહ ટાળું, સંત-હરિમાં વાળું...પ્રભુ૦ ૬
‘જ્ઞાન’ના જીવન, જન્મ ને મરણ;
		ટાળીને રક્ષણ, કરોને તત્ક્ષણ...પ્રભુ૦ ૭
 

મૂળ પદ

પ્રભુ મારી પ્રાર્થના સાંભળોને આજ, મારા મહારાજ

મળતા રાગ

તીર્થ એક રૂડું છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
શિવમ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સૌનક પંડયા
ઘનશ્યામ ચાલ
Studio
Audio & Video
0
0