સાંભળ સાંભળ રે યુવાન, હું છું સર્વોપરી ભગવાન ૧/૧

સાંભળ સાંભળ રે યુવાન, હું છું સર્વોપરી ભગવાન;
	મારું સ્વામિનારાયણ નામ, મારું ઘર છે અક્ષરધામ...ટેક.
આપું છું હું મારું એડ્રેસ, સાંભળ તું થઈને ફ્રેશ;
પૃથ્વી જળ તેજ ને પવન, એથી પર જાણો ગગન;
	અહંકાર મહત્ ને પ્રકૃતિ, તેથી પર છે મારું ધામ;
એનું અક્ષર એવું નામ...સાંભળ સાંભળ રે૦ ૧
એ છે કાળ-માયાથી પર, એવું દિવ્ય મારું ઘર;
	કરી આજ્ઞાની કદર, પાળે રાખીને આદર;
મારો સત્સંગી યુવાન, એને આપી અતિશે માન;
એને પમાડું અક્ષરધામ...સાંભળ સાંભળ રે૦ ૨
	એને દિવ્ય દેહ આપું, મારા હૈયા સાથે ચાંપું;
કરી ભક્તિ મારી ઝાઝી, તેથી થયો છું હું રાજી;
જ્ઞાનજીવન કહે હરિ, એવું બોલે ફરી ફરી;
	રાખું પાસે આઠું જામ...સાંભળ સાંભળ રે૦ ૩
 

મૂળ પદ

સાંભળ સાંભળ રે યુવાન, હું છું સર્વોપરી ભગવાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો

ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
યુવાની છે એક શક્તિ
Studio
Audio & Video
0
0