એક યુવાન બોલ્યો આવું, હું નિષ્ઠાનું બળ ગાઉં ૧/૧

એક યુવાન બોલ્યો આવું, હું નિષ્ઠાનું બળ ગાઉં;
	સુણજો મારા મિત્ર યુવાનો, આપણે આવું થાવું...એક૦ ટેક.
સર્વોપરી એક હરિ, એના સંતો સર્વોપરી;
	આપણને મળ્યા છે આજ, થયું એ જ મોટું કાજ...એક૦ ૧
આપણને જે મળ્યું છે તે, જગને મળવું મુશ્કેલ છે;
	ભાગ્યશાળી છીએ આપણે, કે શ્રીહરિમાં દિલ છે...એક૦ ૨
જગને જે જડયું છે તેમાં, કાંઈ લેવાનું નથી;
	આપણને મળ્યું છે તે તો, ભાઈ ખૂટવાનું નથી...એક૦ ૩
સાંપાયા હરિસંતને, તો વિચારવાનું શું ?
	તારે કે મારે તેમાં, પાછું જોવાનું શું ?...એક૦ ૪
જ્ઞાનજીવન કહે વિશ્વાસે હવે, ઝંપલાવ્યું છે સૌએ;
	હિંમત રાખી આગળ વધો, ધ્યાન રાખો જે કહ્યું એ...એક૦ ૫
 

મૂળ પદ

એક યુવાન બોલ્યો આવું, હું નિષ્ઠાનું બળ ગાઉં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
પાર્થિવ ગોહિલ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
યુવાની છે એક શક્તિ
Studio
Audio & Video
0
0