અરે ઓ યુવાન, તને છે કાંઈ ભાન ૧/૧

અરે ઓ યુવાન, તને છે કાંઈ ભાન;
 	મળિયો માંઘો માનવદેહ, તને થયું નહિ જ્ઞાન...ટેક.
ભટકે છે અલ્યા લબાડ જેમ, કરે છે બધે વઢવેડ કેમ ?
કહું છું સાચું જેમ છે એમ, કરી લે તું શ્રીહરિમાં પ્રેમ;
 	શ્રીહરિનો થા, નિત્ય મંદિરે જા;
 	લાભ મોટો છે આ, હવે તો ડાહ્યો થા...અરે૦ ૧
માંઘો આવો મનુષ્યદેહ, ના મળે ખરચ્યે નાણું એહ;
માનજે સંતનાં વચને એહ, કરીશ ના કદીએ સંદેહ;
 	ગુણ હરિના ગા, નીતિથી રળતો થા,
 	થા મા મોટો ભા, મળશે તેમાં વા...અરે૦ ૨
કામ ક્રોધ ને લોભ છોડી, મન મૂર્તિમાં દેને જોડી;
સ્નેહ સગાંશું નાંખ્ય તોડી, વ્યસન સર્વે દેને છોડી;
	માંસ ઈંડાં ન ખા, ધ્યાન ધરતો થા,
 	યુવાસભામાં જા, માનજે ‘જ્ઞાન’નું આ...અરે૦ ૩
 

મૂળ પદ

અરે ઓ યુવાન, તને છે કાંઈ ભાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંકિર્તનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
યુવાની છે એક શક્તિ
Studio
Audio & Video
0
0