એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને ૧/૧

એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને,
	દરશન દેવા અમોને, કાંઈક કહેવા અમોને...એક૦ ૧
છોજી તમે નાથ દયાળુ, દિલડામાં દયા ધરોને,
	દિલડામાં દયા ધરોને, અમ પર કૃપા કરોને...એક૦ ૨
જોઈએ છીએ વાટ તમારી, નથી કેમ આવતા કહોને,
	નથી કેમ આવતા કહોને, દઉં સમ મારા તમોને...એક૦ ૩
અમે છીએ તમારા મહારાજ, હૃદયમાં સદા રહોને,
	હૃદયમાં સદા રહોને, અમારા શત્રુ દહોને...એક૦ ૪
છીએ અમે ભૂલના ભરેલા, શું કહીએ હરિ તમોને,
	શું કહીએ હરિ તમોને, નથી કાંઈ જ્ઞાન અમોને...એક૦ ૫

મૂળ પદ

એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મોર બોલે
Studio
Audio & Video
0
0