ઓ વાલમ રે...તમને મળવાનું મને અતિ મન થાય ૧/૨

 ઓ વાલમ રે...તમને મળવાનું મને અતિ મન થાય;
	પણ તમને પ્રભુજી મારા કેમ મળાય;
	પણ તમને વાલાજી મારા ક્યાંથી મળાય;
              	                             અરે તમને જીવન મારા કે દિ મળાય;
 અરે તમને પ્રીતમ પ્યારા ક્યારે મળાય...ટેક.
જુગો રે જુગથી, તમને મળવા, તલસે મારો જીવ, હો (૨)
તમને મળતાં, સુખડાં માણશું, વાલમ મારા પીવ, હો (૨)
	ઓ વાલમ રે...વિયોગે તમારે મારે જાય છે રોવાય;
	પણ તમને પ્રભુજી મારા કેમ મળાય...૧
વાલમ મારા, મળજો વેલા, દયા કરીને મારા દેવ, હો (૨)
તમને મળવા, તલખે જીવડો, કૃપા કરજો તતખેવ, હો (૨)
	ઓ વાલમ રે...તમને મળું તો હૈયે આનંદ ન સમાય;
	પણ તમને પ્રભુજી મારા કેમ મળાય...૨
જ્ઞાનજીવનને, આશા તમારી, બીજું ન જોઈએ કાંઈ, હો (૨)
શ્રીસહજાનંદ, તમારો આનંદ, દર્શન આપો સદાય, હો (૨)
	ઓ વાલમ રે...છેટે રહેતા તો મારો જીવડો મૂંઝાય;
	પણ તમને પ્રભુજી મારા કેમ મળાય...૩ 
 

મૂળ પદ

ઓ વાલમ રે...તમને મળવાનું મને અતિ મન થાય

મળતા રાગ

દીકરી તો પારકી થાપણ કહેવાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
ખુમારી
Studio
Audio & Video
0
0