રૂડુ કુડળ ગામ રે મહા તિરથ ધામ રે શ્રીજી મહારાજે લીલા બહુ ત્યાં કરી ૧/૧

રૂડું કુંડળ ગામ રે મહા તિરથ ધામ રે,
શ્રીજી મહારાજે લીલા બહુ ત્યાં કરી;
રહ્યા અનંતવાર વ્હાલો ત્યાં ઠરી ......
સર્વે સંતો સાથે રે સર્વે ભકતો સાથે રે,
પ્રેમે કુંડળમાં આવ્યા બહુવાર હરિ;
આવી કુંડળમાં લીલા વ્હાલે બહુ કરી...ટેક
જેવું જાણો વૈકુંઠ ધામ, તેવું જાણો કુંડળ ગામ,
યાત્રા કરવા કુંડળધામ, જાય છે સત્સંગી તમામ;
સર્વે રજ ત્યાંની રે, મહાપ્રસાદીની રે,
ફર્યા ઉઘાડા પગે ઘરો ઘરમાં;
નંદ સંતોની સાથે એ અવસરમાં...રૂડું૦ ૧
સોરઠ જાત્રા કરવા જાય, તે તો જરૂર કુંડળ જાય,
લીલા પૂછી પૂછી ત્યાંની, હેતે દર્શન કરે ત્યાંય;
સર્વે પાપ બળે રે, મોટું સુખ મળે રે,
જાવું કુંડળમાં સર્વે દુઃખો ટાળવા;
આધિ-વ્યાધિ-ઉપાધિને વળાવવા...રૂડું૦ ૨
વ્હાલે દીધું વરદાન, અહિં તજશે કોઇ પ્રાણ,
હશે ગમે તેવો જીવ, તેનું કરીશ હું કલ્યાણ;
એવી ભૂમિ જાણી રે, મહાસુખની ખાણી રે,
આપે સેવાઓ ભકતો બહુ ભાવથી;
થાય સુખી સહુ સર્વોપરી માવથી...રૂડું૦ ૩

મૂળ પદ

રૂડું કુંડળ ગામ રે મહા તિરથ ધામ રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0