જુઓ હરિ બામરોલી આજ, હિંડોળે ઝૂલે મહારાજ ૧/૧

જુઓ હરિ બામરોલી આજ, હિંડોળે ઝૂલે મહારાજ;
 	ઝુલાવે છે ભક્તસમાજ, હિંડોળે૦ ટેક.
ખેતરમાં મહામોટું રાણ્ય કેરું ઝાડ છે,
મહામોટી એની એક રૂપાળી ડાળ છે;
 	બાંધ્યો તિંયા હિંડોળો ઉજાસ...હિંડોળે૦ ૧
ફૂલબા ને પ્રાણબાએ બાંધ્યો છે હીંચકો,
વાલાજીને કહ્યું પ્રભુ આવો હેતે હીંચકો;
 	સુણી એના હૈયાનો અવાજ...હિંડોળે૦ ૨
ઊંચી ઊંચી રાણ્ય છે ને લાંબી એની ડાળ છે,
લાંબી લાંબી દોરીએ હીંચતા દયાળ છે;
 	લાંબે લહરકે હીંચે રાજ...હિંડોળે૦ ૩
ફંગોળીને હીંચકો નાંખે વાલાને,
હસી પડે હરિ બહુ ગમે વાલાને;
 	આવ્યા દેવો જોવાને આજ...હિંડોળે૦ ૪
પિયુને ઝુલાવ્યા બહુ હેતમાં ને પ્રીતમાં,
ઝૂલતી છબીને સહુ ઉતારે ચિત્તમાં;
 	રાજી થયો ‘જ્ઞાન’ આ સમાજ...હિંડોળે૦ ૫
હરિવર મારા, ઝૂલોને પ્યારા, જગદાધારા, શ્રીજીમહારાજ,
આનંદ અમારા, નેણુંના તારા, હૈયાના હારા, ઝૂલોને આજ;
	રાયણની ડાળે, સરોવર પાળે, હિંડોળો હાલે, ઝૂલે મહારાજ,
	દુ:ખડાં ટાળે, સુખડાં વાળે, સંતો સંભારે, શ્રીજીમહારાજ.
 

મૂળ પદ

જુઓ હરિ બામરોલી આજ, હિંડોળે ઝૂલે મહારાજ

મળતા રાગ

ખમ્મા મારા નંદજીના લાલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઝૂલો મહારાજ
Studio
Audio & Video
0
0