ગોપીનાથ વાલા હાથ ઝાલો હરિ, મને રાખજો નાથ સદા તારી કરી ૧/૧

ગોપીનાથ વાલા હાથ ઝાલો હરિ,
 	મને રાખજો નાથ સદા તારી કરી...ટેક
હું તો આવી છું નાથ તારે બારણિયે આજ,
તારે માટે જીવું છું મારા પ્યારા મહારાજ;
 	મારા નાથ સદા સાથ રે’જો હરિ...મને૦ ૧
ફરી દેશે વિદેશે હું થાકી વાલા,
તારે ચરણે પડી કરું કાલાવાલા;
 	એક તમે જ હૈયામાં બેઠા ઠરી...મને૦ ૨
મને વાલું છે ગઢડું ને ગોપીનાથ,
આપી હેતે મેં હાથ જડયા હૈયાં સંગાથ;
 	જ્ઞાનજીવનનાં ભાગ્ય ખૂલ્યાં દર્શન કરી...મને૦ ૩
 

મૂળ પદ

ગોપીનાથ વાલા હાથ ઝાલો હરિ, મને રાખજો નાથ સદા તારી કરી

મળતા રાગ

વાલા કરું વિનંતિ હું ફરી ફરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
ગઢપુર મહિમા
Studio
Audio & Video
0
0