વાલા ગોપીનાથ વાલા ગોપીનાથ, ગઢડાના મુક્તો કહે વાલા ગોપીનાથ ૧/૧

વાલા ગોપીનાથ વાલા ગોપીનાથ, ગઢડાના મુક્તો કહે વાલા ગોપીનાથ;
 	મોટીબા ને લાડુબા બોલે છે ગોપીનાથ...ટેક.
એભલના દરબારમાં બિરાજ્યા ગોપીનાથ,
 	સુરપ્રભા સોમાબાએ રાખ્યા ગોપીનાથ...વાલા૦ ૧
દાદાખાચર ભાવથી પોકારે ગોપીનાથ,
 	જસુબા ને કુમુદા સંભારે ગોપીનાથ...વાલા૦ ૨
નાની અને પાંચાળી સેવે છે ગોપીનાથ,
 	અમરી ને અમૂલા જુવે છે ગોપીનાથ...વાલા૦ ૩
સોમફૂઈ ને નાગમાલે જોયા ગોપીનાથ,
 	કંદોઈ લખુએ હૈયે પ્રોયા ગોપીનાથ...વાલા૦ ૪
ખાચર જીવાએ નેહે નીરખ્યા ગોપીનાથ,
 	ગાલવે હરજીએ લાધે પરખ્યા ગોપીનાથ...વાલા૦ ૫
એહ આદિ અક્ષરમુક્તે લીધા અવતાર,
 	જ્ઞાનજીવન ગઢડામાં સેવ્યા કિરતાર...વાલા૦ ૬
 

મૂળ પદ

વાલા ગોપીનાથ વાલા ગોપીનાથ, ગઢડાના મુક્તો કહે વાલા ગોપીનાથ

મળતા રાગ

મારો મહારાજ મારો મહારાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ગઢપુર મહિમા
Studio
Audio & Video
0
0