કર્યું વાલે ગઢડાને મહા તીર્થધામ, કૃપા કરી નાથ ૧/૧

કર્યું વાલે ગઢડાને મહા તીર્થધામ, કૃપા કરી નાથ;
	નવશિખરાળું રૂડું બાંધ્યું વાલે ધામ, સ્થાપ્યા ગોપીનાથ...ટેક.
વિમાન આકારે આ મંદિર બાંધ્યું પ્યારે,
ભલભલા વિચારે વખણાય દિશા ચારે;
	આવે જોવા ભક્તાભક્ત દુનિયા તમામ...કૃપા૦ ૧
અક્ષરધામમાંથી વિમાન આવ્યું આંહીં,
જુઓ ધરા ઉપર નથી મંદિર આવું ક્યાંહીં;
	આ વિમાનમાં લાખો લોકો જાશે અક્ષરધામ...કૃપા૦ ૨
નિજ હાથે મંદિર આ કર્યું સર્વોપરી,
બેઠા ગોપીનાથ સાથે સર્વોપરી હરિ;
	જ્ઞાનજીવન ધ્યાન ધરે સત્સંગી તમામ...કૃપા૦ ૩
 

મૂળ પદ

કર્યું વાલે ગઢડાને મહા તીર્થધામ, કૃપા કરી નાથ

મળતા રાગ

વાલા તારા વિના મારું કોઇ નથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ગઢપુર મહિમા
Studio
Audio & Video
0
0