ઘેલા ને કાંઠે રૂડું ગઢપુરધામ, તિયાં બિરાજે વાલો ગોપીનાથ નામ ૧/૧

ઘેલા ને કાંઠે રૂડું ગઢપુરધામ,
તિયાં બિરાજે વાલો ગોપીનાથ નામ;
 	બેઠા છે ડાબે ભાગે માતા રાધાનામ,
 	હાથ જોડીને નમે દુનિયા તમામ...ટેક.
કોડીલો કા’ન વાલો શામળો રૂપાળો,
નટખટ નાથ હરિ અતિ મરમાળો;
 	વેણું વગાડી વાલો જપે ગોપીનામ...હાથ૦ ૧
ગઢડામાં પ્રેમ પાયો ગોપીનાથ રૂપે,
સર્વોપરી હરિ બેઠા શામળા સ્વરૂપે;
 	ખેંચાણો સર્વે સંપ્રદાય એહ ઠામ...હાથ૦ ૨
જ્ઞાનજીવન કહે મને વાલા ગોપીનાથ,
નાનપણથી વીનવતો જોડી એને હાથ;
 	એને પ્રતાપે છૂટયો સંસાર તમામ...હાથ૦ ૩
 

મૂળ પદ

ઘેલા ને કાંઠે રૂડું ગઢપુરધામ, તિયાં બિરાજે વાલો ગોપીનાથ નામ

મળતા રાગ

મનનો મોરલિયો રટે તારું નામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ગઢપુર મહિમા
Studio
Audio & Video
0
0