આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી ૧/૧

આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી,
ભાવે કરીને દર્શન પામે સુખ માવથી;
	આવી કહે ગોપીનાથ, પ્રાણપ્યારા ઝાલો હાથ,
	તમે એક મારા નાથ, સદા સાથે રહ્યા રે...આવે છે૦ ૧
શ્રીજીએ નિજ હાથે સ્થાપ્યા પ્રભુ તમને,
તમારે રૂપે રહી સુખ આપ્યાં અમને;
	મૂરતિ રૂપાળી તારી, જોવા આવે વારી વારી,
	કરોડો આ નરનારી, અતિ સુખી કર્યાં રે...આવે છે૦ ૨
પૂનમે-અમાસે તો મોટા મેળા થાય છે,
દિવાળી રામનોમ ઉત્સવો ઉજવાય છે;
	ગઢડુ ગાજે છે આજ, પ્રતાપ તમારો રાજ,
	જાણે છે સહુ સમાજ, હૈયે તમને ધાર્યા રે...આવે છે૦ ૩
ગાવે છે જ્ઞાનજીવન મહિમા તમારો,
વિશ્વમાં વ્યાપ્યો વાલા પ્રતાપ તમારો;
	ખૂણે ખૂણે જને જને, સર્વ નરનારી મને,
	સમરે છે એક તને, તેથી સહુ તર્યાં રે...આવે છે૦ ૪
 

મૂળ પદ

આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી

મળતા રાગ

પધારો પ્રાણપ્યારા સહજાનંદ સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ગઢપુર મહિમા
Studio
Audio & Video
0
0