રહેજો આનંદમાં, સહજાનંદમાં, આનંદ શબ્દ મહાન છે ૧/૧

રહેજો આનંદમાં, સહજાનંદમાં,
	           આનંદ શબ્દ મહાન છે...ટેક.
આનંદમાં રહેશો તો દુ:ખે નહિ વહેશો,
 	લાખો વિકૃતિથી બચી રે જાશો...આનંદ૦ ૧
વસ્તીમાં ભલે રહો મસ્તીમાં રહેજો,
 	ખોટા ઉદ્વેગોથી બચી રે જાશો...આનંદ૦ ૨
મળ્યો માનવ દેહ કરજો હરિમાં નેહ,
 	આજ આવ્યા ને કાલ વયા રે જાશો...આનંદ૦ ૩
ભજો પ્રભુજી ભાવે વહો ના અભાવમાં,
 	કેદિ ચિંતામાં ના ડૂબી રે જાશો...આનંદ૦ ૪
હસતું રાખજો મુખ દુ:ખ નવ માનશો,
 	દેખી રે દુ:ખને મૂંઝાઈ ના જાશો...આનંદ૦ ૫
મળ્યું રે માણો સુખ ભૂલો ભૂતકાળદુ:ખ,
 	જ્ઞાનજીવન તો જ સુખી રે થાશો...આનંદ૦ ૬

 

 

મૂળ પદ

રહેજો આનંદમાં, સહજાનંદમાં, આનંદ શબ્દ મહાન છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
રહેજો આનંદમાં
Studio
Audio & Video
1
0