હો જીવલડા રે આવો અવસર નહિ આવે ૧/૧

હો જીવલડા રે આવો અવસર નહિ આવે,
 			ભગવાન ભજી લેને ભાવે...ટેક.
સર્વે મેલીને જાવું છે ભા મરી,
મનુષ્ય તન આવું ન મળે ફરી,
	હો જીવલડા રે, સંતો શું કહી સમજાવે...ભગવાન૦ ૧
ભાવે ભજી લે તું હરિ હિતકારી,
દુ:ખદાયક છે માતપિતા નારી,
	હો જીવલડા રે, અંતે સાથે નહિ આવે...ભગવાન૦ ૨
મારા તારામાં આયુષ્ય પ્રજાળી,
અંતે થવાનું આ બધું ધૂળધાણી,
	હો જીવલડા રે, દુ:ખનો અંત નહિ આવે...ભગવાન૦ ૩
આ રે સંસાર છે દુ:ખ કેરો દરિયો,
આધિ વ્યાધિ ને ઉપાધિથી ભરિયો,
	હો જીવલડા રે, એમાંથી સુખ નહિ આવે...ભગવાન૦ ૪
સ્વારથી છે સહુ સગા ને સંબંધી,
સ્વારથમાં બધી દુનિયા છે અંધી,
	હો જીવલડા રે, જ્ઞાનજીવન એમ ગાવે...ભગવાન૦ ૫

 

 

મૂળ પદ

હો જીવલડા રે આવો અવસર નહિ આવે

મળતા રાગ

હો મારા વાલા રે તારો ભરોસો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
મનવા
Studio
Audio
0
0