અહો હરિકૃષ્ણ મહારાજ મારા, વસી વડતાલમાં સુખ દેનારા ૧/૧

અહો હરિકૃષ્ણ મહારાજ મારા,
 	વસી વડતાલમાં સુખ દેનારા...અહો૦ ટેક.
તારી મૂર્તિ મહાસુખકારી પ્યારા,
 	સર્વે કારણ છો સર્વે આધારા...અહો૦ ૧
સર્વે અવતારોથી પ્રભુ છો ન્યારા,
 	તમે અંદર બા’ર બધે વસનારા...અહો૦ ૨
મહાસમર્થ છો સર્વે કરનારા,
 	કરો રક્ષા અમારી અમે છીએ તારા...અહો૦ ૩
કહે જ્ઞાનજીવન રહ્યા હૈયે મારા,
 	રાખું મુજ હૈયામાં નવ કાઢું બા’રા...અહો૦ ૪
 

મૂળ પદ

અહો હરિકૃષ્ણ મહારાજ મારા, વસી વડતાલમાં સુખ દેનારા

મળતા રાગ

અહો આવા ભગવાન નહીં રે મળે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી